રાજકોટમાં 16 વર્ષના સગીરનું 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ, પેટમાં દુખાવો ઊપડતા હોસ્પિટલ ખસેડી તો 3 માસનો ગર્ભ નીકળ્યો

Contact News Publisher

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારના શીતળાધાર પાસે ઈંટોના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા બિહારી શ્રમિક પરિવારની 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મ આચરી આરોપીએ સગીરાને 3 માસનો ગર્ભ રાખી દીધો હોવાનું જાણવા મળતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાલ બનાવ અંગે આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા આરોપી પણ 16 વર્ષનો સગીર હોવાનું સામે આવ્યું છે.