નડિયાદમાં વૃદ્ધની એફડી તોડાવીને ખાતામાંથી 4.83 લાખ ઉપાડી લીધા

Contact News Publisher

નડિયાદ કોલેજ રોડ પર રહેતા વૃદ્ધના બેંકના ખાતામાંથી ગઠિયાએ રૂ.૪,૮૩,૯૯૯ ની ઓનલાઇન છેતરપિંડી કર્યાની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.નડિયાદ તિરુપતિ સોસાયટી કોલેજ રોડ પર રહેતા રાજેન્દ્રકુમાર પુરુષોત્તમ બ્રહ્મભટ્ટ તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ઘરે હતા. ત્યારે તેમના મોબાઈલ પર ફોન આવેલો કે હું બંધન બેન્કના મેનેજર ભાવિન શુક્લા બોલું છુ,ં તમોએ તમારા ખાતામાંથી રૂ.૧,૯૯,૯૯૯ નું ટ્રાન્ઝેક્શન કર્યું છે.

 તેમ કહેતા રાજેન્દ્રકુમારે ના પાડી હતી. તેઓ બંધન બેન્કમાં રૂબરૂ જતા તેમના ખાતામાંથી રાત્રે રૂ.૧,૯૯,૯૯૯ કપાઈ ગયા હોવા બાબતે કોઈ જાણકારી ન હોવાનું તેમજ બેંકની એપ એક મહિનાથી બંધ હોય બેન્કમાં જઈ નાણાંકીય લેવડ દેવડ કરતા હોવાનું જણાવ્યું હતું.  જેથી બેંક મેનેજરે ખાત્રી કરતા બેંકના ખાતામાંથી એફ.ડી. રૂ.આઠ લાખની બ્રેક થયાનું તેમજ એફ.ડી. માંથી કોઈ શખ્સે અલગ-અલગ ટ્રાન્જેક્શન કરી રૂ.૪,૮૩,૯૯૯ મેળવી લીધાનું જણાઈ આવ્યું હતું. આમ કોઈ ગઠીયાએ બેંકના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શનથી ઉપાડી લઈ ઓનલાઇન છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.