સેવાસીમાં અફીણનો કારોબાર : બે શખ્સોની ધરપકડ

Contact News Publisher

વડોદરા નજીક સેવાસી ગામમાં ખુલ્લેઆમ વેચાતા અફીણના કારોબાર પર જિલ્લા પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને અફીણ તેમજ પોસદોડાનો જથ્થો કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે સેવાસી બસ સ્ટેન્ડ પાસે રહેતા રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભાઈલાલ પટેલ સેવાસીમાં જ રહેતા શંકર રામસિંગ રબારીના મકાનમાં અફીણનું ખરીદ વેચાણ કરે છે. તેવી બાતમી જિલ્લા એસઓજીને મળતા પોલીસે દરોડો પાડયો હતો અને ઘરમાં તપાસ હાથ ધરતા 1.35 લાખનું અફીણ તેમજ એક કિલો 430 ગ્રામના નશાકારક પોસ ડોડાનો જથ્થો મળ્યો હતો. પોલીસે રાજેન્દ્ર ઉર્ફે રાજુ અને શંકર રબારીની ધરપકડ કરી નશામાં ઉપયોગમાં લેવાતા અફીણ અને પોસ દોડાનો જથ્થો, બે મોબાઈલ રોકડ મળી 1.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અફીણ અને પોસડોડાંનો જથ્થો રાજસ્થાનનો માંગીલાલ આપી જતો હોવાની કબુલાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.