વડોદરામાં ફતેગંજની રેસ્ટોરાંમાં મોડી રાતે આગ લાગતાં રહીશો ગભરાયા.

Contact News Publisher

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ગઈ મોડી રાતે આગનો બનાવ બનતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.

ફતેગંજમાં આવેલી મિલેનિયમ રેસ્ટોરામાં ગઈ મધરાતે એકાએક ધડાકા સાથે આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા અને આગ જોઈ એક રહીશે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો.ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે ઈલેક્ટ્રીક મીટરમાં આગ લાગી હોવાનું જણાઈ આવ્યું હતું. આગને કારણે મીટરો તેમજ આસપાસમાં નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડ અડધો કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. પોલીસ પણ બનાવના સ્થળે આવી ગઈ હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. બનાવના સ્થળે બહારની કોઈ વ્યક્તિ હાજર નહીં હોવાથી જાનહાની થતા રહી ગઈ હતી.