‘આ પરિણામ જ દર્શાવે છે કે ભાજપમાં વિખવાદ…’, કડી APMCમાં ભગવો લહેરાતા નીતિન પટેલનું મોટું નિવેદન

Contact News Publisher

મહેસાણા કડી એપીએમસી ખાતે મંગળવારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 782  પૈકી 728 મતદારોએ મતદાન કર્યું હતું.  જેનું પરિણા આવતા કડી APMCમાં ભાજપ સમર્પિત ઉમેદવારોની જીત થવા પામી હતી.  કડી APMC ના ચૂંટણી પરિણામ બાદ નિતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નિતીન પટેલે જણાવ્યું હતું કે,  ફોર્મ પરત ખેંચવા સમયે કોઈને કઈ કહેવાયું હોય તો ખોટું ન સમજવું. કામ કડી માટે કરૂ છું. ભાજપ પક્ષ માટે કરૂ છું. હું ઉમેદવાર આજે પણ ન હતો અને પહેલા પણ ન હતો. ધારાસભ્યની ચૂંટણીમાં પક્ષે મને ટિકિટની ના પાડી હતી મને ખોટું લાગ્યું ન હતું. કોઈ વ્યક્તિ મોટો નથી. પરંતું પક્ષ મોટો છે સંસ્થા મોટી છે.

આ બાબતે કડી એપીએમસીનાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે તા. 5.12.2023 નાં રોજ કડી એપીએમસી ખાતે જે મતદાન થયું હતું. તેની મતગણતરી આજે કરવામાં આવી હતી. જેમાં ખેડૂત વિભાગની કુલ 10 સીટો માટે 25 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી હતી. હાઈએસ્ટ વોટ મળેલા છે તે 10 ઉમેદવારો પટેલ ગીરીશભાઈ રતિલાલ, પટેલ શૈલેષકુમાર ચુનીલાલ, પટેલ જીતેન્દ્રકુમાર ચતુરભાઈ, ઠાકોર શૈલેષભાઈ જયંતીભાઈ, પટેલ જગદીશભાઈ કાન્તિલાલ, પટેલ પ્રહલાદભાઈ શંકરલાલ, પટેલ ગોવિંદભાઈ માવજીભાઈ, પટેલ સંદીપકુમાર ગણપતભાઈ, પટેલ ઘનશ્યામભાઈ અંબાલાલભાઈ, ખમાર હિમાંશુભાઈ બંસીભાઈને વિજેતા જાહેર કરાયા છે. તેમજ વેપારી વિભાગમાં જે ચાર સીટો હતી તે બિનહરીફ વિજેતા જાહેર થયેલ છે. તેમજ ખરીદ વેચાણ વિભાગમાં પણ એક સીટ બિનહરીફ વિજેતા જાહેર થઈ હોઈ આજરોજ એપીએમસી કડીની ચૂંટણીની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કડી APMCમાં ઝંપલાવ્યું છે. નીતિન પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી ઉમેદવારી નોંધાવી છે. જોકે અહીં રસપ્રદ વાત એ છે કે, 5 ડિસેમ્બર રોજ મતદાન પહેલા ખરીદ વેચાણ મંડળીમાં એકમાત્ર નીતિન પટેલે જ ફોર્મ ભર્યું હોવાથી તેઓ બિનહરીફ થયા હતા.

Exclusive News