ભચાઉના શખ્સોએ જૂની અદવતનું મનદુઃખ રાખી સગર્ભા પત્નીને મારમાર્યો, પતિને મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

Contact News Publisher

ભચાઉ નગરના ભટ્ટ પાળીયા વિસ્તારમાં રહેતા એક પત્રકાર અને તેમના પત્નીને દુધઈ ધોરીમાર્ગ ઉપર રસ્તા વચ્ચે કાર ઉભી રખાવી ભચાઉના જ શખ્સે સાગરીતો સાથે મળીને મૂઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ દફ્તરે નોંધાઈ છે. ફરિયાદીના પતિએ આરોપીના પિતા વિરુદ્ધ જમીન કૌભાંડ અંગેના અહેવાલો આપ્યા હોવાનું મનદુઃખ રાખી બીજી વખત હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ભચાઉના ભટ્ટ પાળીયા વિસ્તારમાં રહેતા ભાનુબેન રાઠોડ પ્રેગનન્ટ હોઈ પોતાના પતિ કાનજીભાઈ સાથે ભુજ નર્સિંગ હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા, ત્યાંથી પરત ફરતી વેળાએ ભચાઉ તાલુકાના કુંભારડી શીકરા વચ્ચેના બંધ ટોલ નાકા પાસે ભચાઉના રમેશ રવા દફડાએ સ્વીફ્ટ કારમાં આવી ફરિયાદીની બલેનો કાર રોકાવી કાનજીભાઈને ગાળાગાળી કરી હતી. જ્યારે સાથેના બે અજાણ્યા ઈસમો પૈકી એક જણે ફરિયાદીના વાળ પકડી છાતીના ભાગે મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુ મારથી બચવા કાર હંકારી મુકી ભચાઉ પોલીસ દફ્તરે આવી ફરિયાદ નોંધવાઈ હતી.