ગુજરાતના ફાર્મહાઉસમાં બહેનોને નશાના ઈન્જેક્શનો આપી કરાયો બળાત્કાર

Contact News Publisher

ફરી એકવાર ગાંધીના ગુજરાતમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં ફરી એકવાર મહિલા સલામતીના બણગા ફૂંકતી સરકારની ભૂમિકા સામે પણ સવાલ ઉભા થાય છે. કારણકે, ભરૂચમાં એક ફાર્મહાઉસમાં બે બહેનો પર દુષ્કર્મની ઘટના સામે આવી છેભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામની આ ઘટના છે. જેમાં બે બહેનોને પહેલાં નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપવામાં આવે છે. નરાધમ જ્યારે આ ઈન્જેક્શન લઈ રહ્યો છે તે સમયનો વીડિયો પણ લેવામાં આવ્યો છે. દુષ્કર્મની ઘટના બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેણે પોલીસ તંત્રને પણ દોડતું કર્યું છે. આ વીડિયોમાં એક નરાધમ બે યુવતીઓને પોતાના હાથે નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપી રહ્યો છે. નશાકારક ઈન્જેકશન આપી બે બહેનો પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. જંબુસરના એક ગામમાંથી બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં દુષ્કર્મ આચરયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એ છેકે, આ નરાધમોએ ખુદ પીડિતાને ઈન્જેકશન આપતો વીડિયો વાઈરલ કર્યો છે.