પુત્રએ પિતાના પગ પકડ્યા, પત્નીએ પતિનો હાથ અને જમાઈએ ચાર્જિંગ કેબલથી ગળું દબાવી ખેલ કર્યો ખલ્લાસ, સુરતની અચંબિત ઘટના

Contact News Publisher

સુરત શહેરમાં પાંડેસરામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળવા મામલે મૃતકની પત્ની અને જમાઈની ધરપકડ કરવામાં આવી છે. પત્નીએ જમીન વેચવાને લઈને પોતાના પુત્ર અને જમાઈ સાથે મળી પોતાના પતિની હત્યા કરી હતી. પાંડેસરામાં કૈલાશ નગર ખાડી પુલ પાસે એક અજાણીયા વ્યક્તિની મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ સ્થળે આવી પહોંચી હતી. તપાસ કરતાં મરણજાનાર વ્યક્તિના ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. જે જોઈને વ્યક્તિની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ગુનાની ગંભીરતા લઈ હત્યારાને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે મળી આવેલો મૃતદેહ રાજારામ ધોલાઈ યાદવનો છે. મૃતદેહની ઓળખ થયા બાદ પાંડેસરા પોલીસ કરાજારામના પરિવાર સુધી પહોંચી હતી. પાંડેસરા પોલીસે પરિવારને પૂછપરછ કરતા મરણજનાર રાજારામની પત્ની, પુત્ર અને જમાઈએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે મૃતકની ઉર્મીલા યાદવ અને જમાઈ રાજુ રામધારી યાદવની ધરપકડ કરી છે. પોતાના વતન બિહારમાં રહેલ જમીન વેચી નશામાં પૈસા બરબાદ કરતો હતો. નશાની હાલતમાં અવાર નવાર પરિવારને માર મારતો હતો. રાજારામ વતનમાં રહેલ અન્ય જમીન પણ વેચવાની ફિરાકમાં હતો. એક સાંજે રાજારામ પોતાના ઘરે પત્ની અને પુત્ર સાથે ઝઘડતો હતો. તે દરમિયાન તેમનો જમાઈ ત્યાં આવી પહોંચ્યો હતો જમાઈએ રાજારામને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજારામએ હાથમાં ચપ્પુ લઈ જમાઈને મારવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પરિવારે આવેશમાં આવી રાજારામને નીચે પાડી દીધો હતો.

સગીર વયના પુત્રએ રજારામના પગ પકડી રાખ્યા હતા. પત્નીએ હાથ પકડ્યો હતો. જમાઈએ મોબાઈલ ચાર્જિંગ કેબલથી રાજારામને ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની કોઈને જાણ ના થાય તે માટે લાશનો નિકાલ કરવા મૃતકની લાશને પુત્ર અને જમાઈ  રાત્રી દરમિયાન મોટરસાયકલ પર લઈને કૈલાશ નગર ત્રણ રસ્તાથી ગાંધીકુટીર તરફ જતા રોડ પર ખાડી પુલ પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા. મરણજનાર રાજારામ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો વતની છે. પાંડેસરા વિનાયક નગર સોસાયટીમાં પત્ની,પુત્ર  સાથે રહેતો હતો. જ્યારે ગામની જમીન વેચી નશો કરી પરિવારને માર મારતો હતો. આખરે પરિવાર રાજા રામથી તંગ આવી પત્ની પુત્ર અને જમાઈએ તેની હત્યા કરી નાખી હતી. હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે પત્ની ઉર્મિલા રાજારામ યાદવ, જમાઈ રાજુ રામધારી યાદવ, સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર પુત્ર પર હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે