દ્વારકામાં અમદાવાદના સોની પરિવારને નડ્યો અકસ્માત, 1નું મોત, આજે રાજ્યમાં કુલ 5 ઘટનામાં 3ના મોત, મહીસાગરનો અકસ્માત કંપાવનારો

Contact News Publisher

રાજ્યમાં માર્ગ અકસ્માતની સંખ્યા સતત વધતી જાય છે. વાહન ચલાવવામાં બેદરકારી, વાહનમાં ખામી, ખરાબ રસ્તા સહિતના અનેક કારણો માર્ગ અકસ્માત પાછળ જવાબદાર છે. માર્ગ અકસ્માત ના થાય તે માટે તો ઘણી સલાહ આપવામાં આવે છે, પરંતુ વર્તમાનમાં વધતા કિસ્સાઓ પરથી જણાઈ રહ્યું છે, પરંતુ જે કેટલાંક કિસ્સાઓમાં વ્યર્થ સાબિત થઈ રહ્યાં છે. ફરી એકવાર રાજ્યમાં કમકમાટી ભર્યા અકસ્માતની પાંચય ઘટના સામે આવી છે. જે પાંચ અકસ્માતમાં 3મોત થયા છે.

ગોતા બ્રિજ પર અકસ્માત
અમદાવાદના એસજી હાઈવે પરના ગોતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. પેવર બ્લોક ભરેલા પિકઅપ વાન પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાલ હતા. અકસ્માતને લીધે કારનો કચ્ચરઘાણ થઈ ગયો છે. અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફીકજામ સર્જાયો હતો.

સંતરામપુરમાં અકસ્માત
મહીસાગરના સંતરામપુરના ગોઠીબ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકચાલકે કારને અડફેટે લીધી હતી. જેમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. સંતરામપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

હિટ એન્ડ રનની ઘટના
વલસાડ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત થયું છે. અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારતાં યુવાને જીવ ગુમાવ્યો છે. વલસાડ સુગર ફેક્ટરી સામે હાઇવેના બ્રિજ પર ઘટના બની છે. બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાને પગલે વલસાડ ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ડુક્કર આવી જતાં અકસ્માત
સુરતના કોસંબા-હાંસોટ રોડ પર ડુક્કર આવી જતાં કારને અકસ્માત સર્જાયો હતો. કાર નહેરમાં ખાબકતાં કારચાલક મહિલાનું મોત થયું છે. ડુક્કર સાથે કારની ટક્કર થતાં કાર નહેરમાં ખાબકી હતી. કોસંબાનું યુગલ ફિલ્મ જોવા માટે સુરત ગયું હતું. સુરતથી પરત ફરતી વખતે પંડવાઇ સુગર નહેર પાસે અકસ્માત સર્જાયો હતો. પોલીસે કારચાલક હેતલબેન વશીનો મૃતદેહ શોધવા શોધખોળ આદરી છે.