એક મહિના બાદ ચૈતર વસાવાએ કર્યું સરેન્ડર, સમર્થકોનો ભારે જમાવડો, વીડિયો જાહેર કરી કહ્યું ભાજપે ષડયંત્ર રચ્યું, જાણો શું છે કેસ

Contact News Publisher

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય પોલીસ સમક્ષ હાજર થયા છે.   MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. અત્રે જણાવીએ કે, તેમણે વીડિયો વાયરલ કરી પોલીસ સમક્ષ હાજર થવાની વાત પણ કરી હતી.

 ચૈતર વસાવા પોલીસ સ્ટેશ પહોંચ્યા
ચૈતર વસાવા છેલ્લા 1 માસ 9 દિવસથી ભુગર્ભમાં હોવાની વાત હતી. હાઇકોર્ટે અગાઉ ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. નર્મદા પોલીસે તમામ ચેક પોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો અને સઘન તપાસ પણ હાથ ધરી હતી. હાજર થવાની માહિતી મળતાં ચૈતર વસાવાને ઝડપી લેવા પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. ડેડીયાપાડા જતા તમામ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું.

જાણો સમગ્ર મામલો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી. ત્યારે બાદ ચૈતર વસાવા વન વિભાગની પકડથી દૂર હતા