ખેડૂતોની આ દુર્દશાનો જવાબદાર કોણ? સાણંદમાં ઘઉં જીરું, રાયડો સહિતના શિયાળુ પાક પર ફરી વળ્યા કેનાલના પાણી !

Contact News Publisher

સાણંદના નળકાંઠા વિસ્તારના ખેડૂતોની દયનીય સ્થિતી જોવા મળી રહી છે. તંત્રના વાંકે 10 ગામોના ખેડૂતોનો ઉભો પાક ધોવાયો છે. આપને જણાવીએ કે, ફતેવાડી કેનાલમાં પાણી છોડાતાં હજારો હેક્ટરમાં પાણી ફરી વળ્યું છે. રેથલ, કુંડળ, પાવા, મેલખણા સહિતના 10 ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.

ઘઉં જીરું, રાયડો સહિતના શિયાળુ પાક પર કેનાલનો પાણી ફરી વળ્યો છે. ખેડૂતો જ્યારે પાણીની માગ કરે ત્યારે પાણી ન અપાતું હોવાનો આરોપ લગાવવામા આવી રહ્યું છે. અચાનક પાણી છોડાતાં કરોડોની ખેતપેદાશો પાણીમાં ગરકાવ થયો છે.

તંત્રના પાપે ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન 
ક્યારેક કેનાલ ફૂટવાના કારણે તો ક્યારેક અચાનક પાણી છોડવાના કારણે પાક ધોવાવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. તંત્રની બેદરકારીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. સાણંદમાં અચાનક કેનાલમાં પાણી છોડવામા આવતા 10 ગામોના ખેતરમાં પાણી ફરી વળ્યું છે. તંત્રના પાપે ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાન વેટઠવાનો વારો આવ્યો છે