આ કેવી ભૂલ? પત્નીનું રાયસણ તો પતિનું નામ મોટેરાથી, પુત્રીનું તો મતદાર યાદીમાં નામ જ નહીં

Contact News Publisher

લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે રાજ્યની 25 લોકસભા સીટો પર મતદાન શરૂ થયું છે. આ દરમિયાન અમદાવાદના મતદાન કેન્દ્ર પર ચૂંટણીપંચની ગંભીર ભૂલ સામે આવી છે.

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈ અમદાવાદમાં પણ વહેલી સવારથી મતદારો મત આપવા ઉમટી પડ્યા છે. આ તરફ અમદાવાદના મતદાન કેન્દ્ર પર ચૂંટણીપંચની ગંભીર ભૂલ સામે આવી છે. વિગતો મુજબ પતિ પત્નીને અલગ-અલગ સ્થળો પર મતદાન કેન્દ્ર ફાળવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં પત્નીનું રાયસણ તો પતિનું મોટેરાની મતદાર યાદીમાં નામ હોવાનું ખૂલ્યું છે.

વિગતો મુજબ 2 મહિના પહેલા અમદાવાદના બોપલથી ટ્રાન્સફર થયેલા દંપતીની મતદાર યાદીમાં ભૂલ હોવાનું ખૂલ્યું છે. પતિ-પત્નીના મતદાન કેન્દ્ર અલગ અલગ ફાળવાયા પણ પુત્રીનું નામ જ યાદીમાં ન ચઢી શક્યું હોવાનું પણ સામે આવ્યું છે.