અમદાવાદીઓ વોટ કરવામાં પાછળ પડ્યા, પહેલા બે કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયું

Contact News Publisher

ગુજરાત લોકસભાની ચૂંટણીના મતદાન શરૂ થયાને બરાબર અઢી કલાક પૂરા થયા છે. ક્ષત્રિય આંદોલનની અસર લોકસભાની ચૂંટણીના મતદાન પર કેટલી થશે તે સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે, ત્યારે અઢી કલાકમાં કેટલું મતદાન થયું છે તે જાણવામાં સૌને રસ છે. આવામાં ચૂંટણી પંચ દ્વારા આંકડા જાહેર કરવામા આવ્યા છે. ગુજરાતની 25 બેઠક પર ચાલી રહેલા મતદાનમાં પહેલા બે કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયું છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 12.28% અને અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછું 7.23% મતદાન થયું છે.

પેટાચૂંટણીમાં કેટલું મતદાન થયું
આજે લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યની 5 વિધાનસભા માટેની પેટા ચૂંટણીમાં 9 વાગ્યા સુધીમાં 8.72 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 9.73 ટકા ખંભાતમાં મતદાન થયું છે. તો પોરબંદરમાં સૌથી ઓછું 7.08 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો વીજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા પર પણ લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ચૂટણી પંચના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ માહિતી આપતા જણાવ્યું કે, આજે 18 જેટલી ફરિયાદો ચૂંટણી પંચને મળી છે. ઇવીએમ અને મતદારના નામ નહિ હોવાની ફરીયાદો મળી છે. જૂનાગઢમાં મતદાનની ગુપ્તતા નહિ જળવાઈ હોવાની ફરિયાદ ચૂંટણી પંચને મળી છે. ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત નાં ૫૦ હજાર બૂથ પૈકી ૨૫ હજાર બૂથ પર વેબ કાસ્ટિંગ થઈ રહ્યું છે. રાજ્ય કક્ષાની જેમ જિલ્લા કક્ષાએ મોનિટરિંગ થઈ રહ્યું છે. સુપર વાઈઝર મોનિટરિંગ થાય છે. બૂથ ત્રુટી જણાય તો ચૂંટણી પંચને જાણ કરાય છે. કેમેરાની ડાયરેક્શન ના ચાલવું. કે ઓફલાઈન હોય તે બાબતે જાણ ફરિયાદ આવી છે. બહુ ભીડ થાય અવ્યવસ્થા થાય તો તેને રીપોર્ટ કરવામાં આવે છે. ફરિયાદ શાખામાં ૧૮ ફરિયાદો મળી છે. નાની મોટી ઈવીએમ ખોટકાવાની નામ નહી હોવાની ફરિયાદ થઈ છે. કોઈ વ્યક્તિએ જૂનાગઢમાં મતદાન કરી ફોટો વાયરસ કર્યો છે, જેની ફરિયાદ મળી છે.