ભાવનગર બેઠક માટે મતદાન શરૂ:11 વાગ્યા સુધીમાં 22.33 ટકા મતદાન નોંધાયું, ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો

Contact News Publisher

લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કા માટે આજરોજ મતદાન શરૂ થયું છે. ત્યારે મતદારો મુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા મતદાન મથકમાં પહોંચ્યા હતા.

ભાવનગર બેઠક પર 22.33 ટકા મતદાન

  • ભાવનગર પૂર્વમાં- 23.73 ટકા
  • ભાવનગર ગ્રામ્ય-23.57 ટકા
  • ભાવનગર પ્રશ્ચિમમાં-23.97 ટકા
  • બોટાદ-23.22 ટકા
  • ગઢડા-17.87 ટકા
  • પાલિતાણા-20.64 ટકા
  • તળાજા-23.13 ટકા
  • 05 વર્ષના સુમરીબા એ મતદાન કર્યું

    ભાવનગરના તણસામાં 105 વર્ષના સુમરીબા ની આગેવાનીમાં ગામમાં ઢોલ વગાડીને મહિલામંડળ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. તણસામાં રહેતા 105 વર્ષના સુમરીબા એ મતદાન જાગૃતિ માટે મતદાતાઓને અપીલ પણ કરી હતી. ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલાઓનું મતદાન વધે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવ્યા હતા ત્યારે 105 વર્ષના સુમરીબા એ કરેલું મતદાન લોકોમાં દ્રષ્ટાંત રૂપ બન્યું છે.