ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટોલનાકા આરોપી જેરામ વિશે બોલવાનું ટાળ્યું, પણ જયસુખ પટેલ પર આડકતરું બોલ્યા? બંને નિવેદનનો ભારે ચર્ચામાં

Contact News Publisher

મોરબીનાં વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકાની બાજુમાંથી ગેરકાયદે ટોલનાકું ઝડપાયું છે. જે મામલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આરોપીઓ મુદ્દે બોલવાનું ટાળ્યું છે. રાજકોટમાં નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ઉમદા હેતુ માટે એકત્ર થયા છીએ, વિષયની બહાર જવું નથી.
‘વિષયની બહાર જવું નથી’
જેરામ પટેલના પુત્ર વિશે સવાલ પુછતાં નરેશ પટેલે સવાલ ટાળ્યો છે. હાથ જોડી નરેશ પટેલે ટોલનાકા મુદ્દે નિવેદન આપવાનું ટાળ્યું છે. તેમણે કહ્યું કે, ઉમદા હેતુ માટે એકત્ર થયા છીએ, વિષયની બહાર જવું નથી. નકલી ટોલનાકા કેસમાં જેરામ પટેલ પુત્ર મુખ્ય આરોપી છે.
મોરબી બ્રિજ દુર્ઘટના કેસ અંગે નરેશ પટેલે આપી પ્રતિક્રિયા
મોરબી પૂલ દુર્ઘટના કેસનો મુખ્ય આરોપી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને લઇ નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કેસની કાયદાકીય વિગતમાં અમે ઊંડા નથી ઉતરતા તેમજ કેસમાં નિર્દોષ લોકો છુટી જાય તેવી મા ખોડલને પ્રાર્થના.
નકલી ટોલનાકાનો મામલો
મોરબીનાં વાંકાનેરનાં વઘાસિયાનાં ગેરકાયદેસર ટોલનાકા મુદ્દે અનેક ખુલાસા થવા પામ્યા છે. જેમાં બોગસ ટોલનાકામાં દરરોજ લાખો રૂપિયાની આવક થતી હતી. દોઢ વર્ષમાં બોગસ ટોલનાકાનાં માલિકને 5 કરોડની આવક થવા પામી હતી. બોગસ ટોલનાકામાંથી દરરોજ હજારો વાહનો અવર જવર કરતા હતા.ફોર વ્હીલનાં 50, ટ્રક અને મોટા વાહનના 200 રૂપિયા વસુલાતા હતા. જયરામ પટેલનાં દીકરા અમરશી પટેલ અને અન્ય લોકો ટોલ ઉઘરાવતા હતા. જે મામલે કાર્યવાહી કરાઈ છે