જન્મદિવસે જ ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા CM: શપથગ્રહણ પહેલા માતા-પિતાના ચરણ ધોઈને લીધા આશીર્વાદ

Contact News Publisher

આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા તેમના માતા-પિતાના પગ ધોયા અને આશીર્વાદ લીધા હતા. ભજનલાલ શર્માe રાજસ્થાનના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
ભજનલાલ શર્મા આજે એટલે કે 15મી ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. નસીબજોગે આજે તેમનો જન્મદિવસ છે. તેમની ઉંમર 56 વર્ષ છે. પોતાના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ભજનલાલ માટે બેવડી ખુશી છે. મહત્વનું છે કે, ભજનલાલે ગુરુવારે રાત્રે 12 વાગ્યા પછી સોડાલાના ચંબલ ગેસ્ટ હાઉસમાં તેમના સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને તેમના સમર્થકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શિબિરનું આયોજન ધોલપુરમાં કરવામાં આવશે.
રાજસ્થાનમાં આજે ભજનલાલ શર્માનો રાજ્યાભિષેક યોજાયો હતો. જયપુરના આલ્બર્ટ હોલમાં બપોરે 12 વાગ્યે શપથગ્રહણ કાર્યક્રમ શરૂ થયો હતો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો સામેલ થયા હતા.

Exclusive News