‘135 જણા મરી ગયા એનું શું?’, જયસુખ પટેલને જામીન આપવામાં વાંધો નથી એવું કહેનાર સરકાર સાંભળે મોરબી દુર્ઘટનાના પીડિતોની વેદના

Contact News Publisher

મોરબીનાં ઝુલતા પુલની દુર્ઘટના મામલે દુર્ઘટનામાં મૃતકનાં પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.સરકારી વકીલ જયસુખભાઈ પટેલનાં જામીનની તરફેણ મામલે પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે મૃતકનાં પરિવારજનોએ રોષ ઠાલવતા કહ્યું કે લોકોએ પોતાનાં સ્વજન ગુમાવ્યા છે તેને ન્યાય મળવો જોઈએ.

સરકાર અચાનક જ જયસુખ પટેલ તરફી આવી ગઈઃ મહેબુબભાઈ (મૃતકનાં પરિવારજન)
આ બાબતે મૃતકનાં પરિવારજન મહેબુબભાઈએ જણાવ્યું હતું કે, કાલે હું હાઈકોર્ટમાં ગયો હતો. ત્યારે જયસુખ પટેલની જામીન અરજી મામલે સરકારી વકીલે એવું કીધું કે એને જામીન મળવા જોઈએ. પરંતું ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકો મૃત્યું પામ્યા તેઓનું કંઈ જોવાનું નહી. ત્યારે સરકાર અચાનક જ જયસુખ પટેલ તરફી આવી ગઈ છે. એતો ખોટુ છે. જયસુખ પટેલને આકરામાં આકરી સજા થવી જોઈએ.

સરકારી વકીલે જયસુખ પટેલને જામીન મળે તે માટે સમર્થન દર્શાવ્યું
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે જામીન અરજી કરી હતી. જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલે જયસુખ પટેલને જામીન મળે તે માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. આ બાબતે સરકારી વકીલે કહ્યું હતું કે, જયસુખ પટેલ નાસી છૂટે એવા આરોપી નથી. જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને કોઈ વાંધો નથી. ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે. તેમજ કેસમાં ઘણા બધા સાક્ષીઓ હોવાને કારણે સમય લાગે એમ છે. જેલમાં રહેવાથી જયસુખ પટેલનાં ઉદ્યોગો પર અસર પડી રહી છે.