‘ચિંતા કરશો નહીં, તમે જે સિંહ આપ્યો છે તે આજે મોદી સાહેબ…’, વૈષ્ણવ સમાજના જીવન સાથી પસંદગી મેળામાં નીતિન પટેલનું મોટું નિવેદન

Contact News Publisher

મહેસાણાના કડીમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું અમિત શાહને લઇ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આપણા બધાની ચિંતા એ કરે છે. એટલે હવે મને મળશે ત્યારે હું કહીશ કે સમાજમાં છોકરીઓને પરણાવવાની થોડી ચિંતા છે, છોકરાઓને પરણાવવાની જે ચિંતા છે તેને લઇને થોડું વિચારજો.’

નીતિન પટેલે કહ્યું કે, હિંદુ ધર્મ આપણો દરેક જ્ઞાતિઓથી બનેલો છે, કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે. જ્ઞાતિ એકતા બહુ છે. જ્ઞાતિ પર કોઇ તકલીફ પડે તો બધા ઊભા થઇ જાય, દોડતા થઇ જાય, જે કરવાનું હોય એ કરવાની તૈયારી કરે. પણ આપણા ધર્મ પર, આપણી સંસ્કૃતિ પર, આપણા દેશ પર કોઇ આપત્તિ આવે, કોઇ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એવું વિચારીએ કે એ તો કરનારા કરશે, એમાં મારે ક્યાં વિચારવાનું છે.’

અગાઉ રાજકારણ મુદ્દે નીતિન પટેલ જણાવ્યું હતું કે,  હું આ કક્ષાએ ત્યારે પહોંચી શક્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મને મદદ કરી ત્યારે હું અહીંયા પહોંચી શક્યો છું. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણામાં છે.નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમારા રાજકારણમાં શુ હોય છે કે, હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે બીજા કોઈ ને દેખાવા ન દેવાના એવી પદ્ધતિ હોય છે.