આયોધ્યાથી આવેલા અક્ષતનું માતાનામઢ મંદિરમાં પૂજન કરી ઘરે-ઘરે પહોંચાડવાનું આયોજન કરાયું

Contact News Publisher

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત કળશને દરેક ગામ સુધી પહોંચાડવા માટે ખાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે અંતર્ગત જિલ્લાની છેવાડે આવેલા લખપત તાલુકાના પ્રસિદ્ધ તીર્થસ્થાન માતાના મઢ ખાતે અક્ષત પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં માં આશાપુરા મંદિરના સાનિધ્યમાં ઘરે ઘરે અક્ષત વિતરણ અંગે ખાસ બેઠક યોજાઇ હતી.

માતાના મઢ, દયાપર, લખપત, રવાપર, નખત્રાણા, વાયોર, નલિયા, કોઠારા જે સાત પ્રખંડમાં આવતા તમામ ગામના ઘરે આશિત ચોખા પ્રસાદરૂપે પોચાડવાનુ કાર્ય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ અંગેના આયોજન હેતુ બેઠક મળી હતી.

જેમા માતાનામઢના કાપડી બાવા, નારાયનસરોવારના ગાદીના સોનાલબા, ટ્રસ્ટી રાષ્ટ્રીય સ્વયંમસેવક સંગના યુવરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડ્યા, સ્વરાસ્ટ પ્રાંતના ચંદુભાઈ, ચેતનભાઈ રાવલ, અધ્યક્ષ લક્ષમણ સિંહ સોઢા, ઉપા અધ્યક્ષ અરવિંદસિંહ જીલૂભા જાડેજા, મંત્રી પ્રદીપભાઈ ડાયાણી, સંઘ પરિષદ ના તમામ કાર્યકરો જોડાયા હતા.