Insta પેજને લાઇક કરવાના ટાસ્કમાં ગોલ્ફ કોચે ગુમાવ્યા 33 લાખ, સમગ્ર કિસ્સો જાણીને હચમચી જશો

Contact News Publisher

અમદાવાદના સાઉથ બોપલમાં સફલ પરિસર 2માં રહેતા રોહન મહોદાસ ગોલ્ફ કોચ છે જેઓ એક ક્લબમાં નોકરી પણ કરે છે. જો કે, તેમણે ઈન્સ્ટાગ્રામના પેઈજ લાઈક કરવાના ટાસ્કમાં ગોલ્ફ કોચે 33 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

પાર્ટ ટાઈમ નોકરીના નામે છેતરપિંડી
રોહન મહનાસને બે મહિના પહેલા એક અજાણ્યા નંબર પરથી ઓનલાઈન પાર્ટ ટાઈમની ઓફર કરવામાં આવી હતી. જેમાં તેમણે કોલ કરતા ઈસ્ટાગ્રામના ટાસ્કને લાઈક અને શેર કરવાના પૈસા મળશે. જેમાં પ્રથમ ટાસ્ક તેમને આપવામાં આવ્યું હતું. જેમાં તેમને 7 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. બીજા ટાસ્કમાં 9 હજાર પણ પરત આપ્યા હતા. જેને લઈ રોહનને વિશ્લાસ થઈ ગયો હતો.

એડવાન્સ ટાસ્ક ભારે પડ્યું
આમં તેમણે એડવાન્સ ટાસ્કમાં 1 લાખ, 2.60 લાખ, 5.60 અને 8.80 લાખ પેકેજ આપીને નાંણા લીધા હતા. જેની સામે થોડી રકમ પરત આપવામા આવી હતી. જે બાદમાં નાણા બ્લોક કરી દીધા હતા. જે પરત લેવા માટે 15નું લાખનું ટાસ્ક લેવું પડશે તેમ કહેવામાં આવ્યું હતું. જે બાદ ક્રેડિટ સ્કોર  70 ટકા થઈ ગયો તેમ કહેવામાં આવ્યું હતું. જે સમગ્ર મામલાનો રોહનને અંદાજો આવતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

Exclusive News