ગાંધીનગરમાં 29 વર્ષના ક્લાસ-2 અધિકારીનું હાર્ટએટેકથી મોત, છાતીમાં દુખાવો ઉપડતાં જાતે સિવિલ પહોંચ્યાં

Contact News Publisher

ગાંધીનગરનાં સહયોગ સંકુલ ખાતે છેલ્લા બે-ત્રણ મહિનાથી સહયોગ સંકુલમાં પાણી પુરવઠા કચેરી ખાતે ટ્રેનિંગ માટે આવેલા 29 વર્ષીય પ્રોબેશન અધિકારી જયંત કુંજબિહારી સોનીને છાતીમાં દુઃખાવો થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તાત્કાલીક આઈસીયુમાં દાખલ કરી સારવાર ચાલુ કરી હતી. પરંતું સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા મિત્ર વર્તુળ તેમજ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
મૃતકે તાજેતરમાં જ ક્લાસ ટુ ની પરીક્ષા પાસ કરી હતી
29 વર્ષીય જયંત કુંજ બિહારી સોનીએ તાજેતરમાં જ ક્લાસ ટુ અધિકારીની પરીક્ષા પાસ કરી હતી. ત્યારે અન્વયે જયંત સોનીની ગાંધીનગર સહયોગ સંકુલ ખાતે પાણી પુરવઠાની કચેરીએ ટ્રેનિંગ ચાલતી હતી. તેઓ છેલ્લા બે ત્રણ મહિનાથી ટ્રેનિંગ માટે આવ્યા હતા.
આ બાબતે સેક્ટર-7 પોલીસે ગુનો નોંધ્યો હતો
આ બાબતે સેક્ટર-7 પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવી મૃતકનાં પરિવાજનોનો સંપર્ક કર્યો હતો. જે બાદ અમદાવાદ ખાતે રહેતા એક નજીકનાં સ્વજનને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ બોલાવ્યા હતા. જે બાદ જયંત સોનીની લાશનું પીએમ કરી લાશ તેમનાં સ્વજનને સોંપી દેવામાં આવી હતી.

Exclusive News