ગુજરાતીઓએ નવા વર્ષના પ્રથમ દિવસે જ ઈતિહાસ રચ્યો:સૂર્યના પ્રથમ કિરણ સાથે રાજ્યનાં 108 સ્થળો પર લાખો લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા,

Contact News Publisher

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર કરી સૂર્યની આરાધના સાથે સમગ્ર ગુજરાતના નાગરિકોએ એક વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સૂર્ય મંદિર ખાતે સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત સાથે સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. જામનગર, પાટણ, આણંદ, અંબાજી સહિતના વિસ્તારો મળી રાજ્યના 108 સ્થળોએ લાખો લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.

રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ
રાજ્ય કક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 108 આઇકોનીક સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જે પૈકી 51 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજી આજે 2024ના નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાતે સમગ્ર દુનિયામાં એક સાથે લાખોની સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરી ગ્રીનિશ બુક ઓફ વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. મોઢેરામાં રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો જોડાયા હતા.

સવાર પડતા જ ગુજરાતીઓએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યોઃ હર્ષ સંઘવી
આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્ષ 2024 ની શરૂઆતને દુનિયા ભરના લોકો આજ ગુજરાતને જોશે. ગુજરાતીઓએ મળીને નવો ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતીઓ આ દિવસ માટે રાત દિવસ મહેનત કરતા હતા. 2024ની શરૂઆત પહેલા દિવસે સૂરજની પહેલી કિરણો સાથે ગુજરાતના 108 સ્થળો પર લાખોની સંખ્યામાં લોકો ભેગા થઈને એક સાથે સૂર્ય નમસ્કારની સાધના કરી એજ રીતે સૂર્યની પહેલી કિરણો જ્યાં પડે એવું મોઢેરા સૂર્ય મંદિર ખાતે મોટી સંખ્યામાં યુવા, વડીલો ભેગા થઈ સૂર્ય નમસ્કારની સાધના કરી હતી. આજે આપડે લોકોએ માત્ર ગુજરાતનો જ નહીં પરંતુ દુનિયાનો 2024નો સર્વ પ્રથમ વિક્રમ રેકોર્ડ બનાવનાર આપડે સૌ ગુજરાતીઓ બન્યા છીએ. સવાર પડતા જ ગુજરાતીઓએ આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.