12મું પાસ ગુજરાતીઓને USAમાં ઘૂસાડવાનું ષડ્યંત્ર,બોર્ડર પર પકડાય તો વકીલોની ફોજ પણ હતી તૈયાર: ફ્રાંસની ફ્લાઇટ કેસમાં નવા ખુલાસા

Contact News Publisher

અમેરિકામાં ઘૂસણખોરીમાં ચોક્કસગ્રુપની સંડોવણી હોવાની ચોક્કસ ગ્રુપ સંડોવાયેલા હોવાની તપાસ એજન્સીને આશંકા છે. વિગતો મુજબ 10થી વધુ એજન્ટનો ડેટા CID ક્રાઈમે ભેગો કર્યો છે. આ તરફ હવે તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી દેવામાં આવ્યું છે. વિગતો મુજબ 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મુ ધોરણ પાસ હોવાનું સામે આવ્યું છે. જેમાં એજન્ટો બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા હતા.
અમેરિકામાં ઘૂસણખોરીને લઈ તપાસ એજન્સીઓ હવે એલર્ટ મોડ પર છે. જેને લઈ હવે આ મામલે તપાસમાં ચોક્કસગ્રુપની સંડોવણી હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. અમેરિકામાં ઘૂસણખોરી કેસમાં 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મુ ધોરણ પાસ હોવાનું અને તમામને રાત્રિની શીફ્ટમાં જ નોકરી કરવાની એજન્ટોએ સૂચના આપી હોવાનું સામે આવ્યું છે.
CID ક્રાઈમ કરશે તપાસ
આ તરફ હવે ગુજરાતથી દિલ્હી અને દિલ્હીથી દુબઈ સુધી કેવી રીતે અને કોની મદદથી પહોંચ્યા તેની CID ક્રાઈમ કરશે. મહત્વનું છે કે, તમામ 65 ગુજરાતીઓ 10 થી 16 ડિસેમ્બરના ગાળામાં દુબઈ પહોંચ્યા હતા. જોકે મેક્સિકોની બોર્ડર પર જો ઝડપાય તો ઇમિગ્રેશન લોયરની ખાસ ટીમ એજન્ટોએ બનાવેલી હતી. જે તમામ ફસાયેલા ગુજરાતીઓ હોય કે પછી ભારતીયો હોય તેમને બચાવી શકે.
તાજેતરમાં કથિત રીતે માનવ તસ્કરી વાળા એક પ્લેનને ફ્રાંસમાં રોકવામાં આવ્યું હતું. આ પ્લેનમાં મોટાભાગના મુસાફરો પંજાબ, હરિયાણા, ગુજરાત અને દક્ષિણ ભારતના હતા. તેમને નાના બેચમાં એરપોર્ટ છોડવાની પરવાનગી આપવામાં આવી હતી. કેટલાક લોકો બહાર આવ્યા અને કેટલાકે ડોમેસ્ટિક ટર્મિનલ તરફ ટ્રાન્ઝિટ બસ લીધી. મોટાભાગના મુસાફરો પાસે બે થી વધુ સામાન ન હતો.
અત્યાર સુધીની તપાસમાં તમામ 276 લોકો પાસે ભારતીય પાસપોર્ટ હોવાનું જાણવા મળ્યું છે. 276 મુસાફરોની સાથે 15 ક્રૂ મેમ્બર પણ દેશ પરત ફર્યા છે. આ કેસમાં એક નામ સામે આવી રહ્યું છે. આ નામ છે શીશ કિરણ રેડ્ડી. શશી કિરણ રેડ્ડી આ સમગ્ર દાણચોરીનો માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. હવે તે તપાસ એજન્સીઓના નિશાના પર આવી ગયો છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ એ જ શશી કિરણ છે જેનું નામ ગુજરાતના પટેલ પરિવારને ગેરકાયદેસર રીતે કેનેડા મોકલવાના કેસમાં સામે આવ્યું હતું. એક અધિકારીએ કહ્યું કે, ભારત પરત ફરેલા મુસાફરોમાં રોમાનિયન એરલાઇન્સ પાસેથી પ્લેન ભાડે લેનાર વ્યક્તિનો સમાવેશ થતો નથી. આ જ વ્યક્તિ આ મુસાફરોને દુબઈથી મધ્ય અમેરિકાના નિકારાગુઆ વિમાનમાં લઈ જઈ રહ્યો હતો. એવી શંકા છે કે તેમને ગેરકાયદેસર રીતે નિકારાગુઆથી અમેરિકા અને કેનેડામાં ફરી વસાવવાની યોજના હતી.