પોલિંગ એજન્ટે ભાજપ માટે EVM પર 5 વખત કર્યું વોટિંગ? વીડિયો વાયરલ થતાં મચ્યો હોબાળો

Contact News Publisher

શું આસામના કરીમગંજ લોકસભા વિસ્તારમાં પોલિંગ એજન્ટે ભાજપ ઉમેદવાર માટે EVM પર 5 વખત વોટિંગ કર્યું. આ પ્રકારના દાવાને લઈને એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર જિલ્લા ચૂંટણી અધિકારીના મામલાને લઈને મતદાન અધિકારીઓને કારણ બતાવો નોટિસ જારી કરી દેવાઈ છે. ડીઈઓ ઓફિસ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયો મતદાન શરૂ થયા પહેલા મોક પોલ દરમિયાન રેકોર્ડ થયો છે. જેમાં કહેવામાં આવ્યુ, ‘પ્રક્રિયા હેઠળ જ મતદાન એજન્ટોને મોક પોલ દરમિયાન ઉમેદવારના પક્ષમાં અમુક વોટ નાખવાના હોય છે. જેને લઈને બીજા પોલિંગ એજન્ટોના નિવેદન માગવામાં આવ્યા છે અને મતદાન અધિકારીઓને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે’.

રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અપક્ષ ઉમેદવાર અબ્દુલ હમીદના પોલિંગ એજન્ટ અબ્દુલ સાહિદ નજર આવી રહ્યા છે. તેઓ ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ કૃપાનાથ મલ્લાહ માટે સતત 5 વખત EVMનું બટન દબાવતા જોવામાં આવ્યા છે. ડીઈઓ ઓફિસ તરફથી જારી નિવેદન અનુસાર વાયરલ વીડિયોને લઈને અમને ફરિયાદ મળી. જે બાદ આ મામલો જનરલ ઓબ્ઝર્વર સમક્ષ લાવવામાં આવ્યો અને મતદાન દળને બોલાવવામાં આવ્યા. મામલાને લઈને મતદાન કેન્દ્રના પ્રિસાઇડિંગ ઓફિસરે કહ્યું કે વીડિયો મોક પોલ દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો. આ વોટિંગ શરૂ થયા પહેલા નાખવામાં આવેલા વોટને ડિલીટ કરી દેવામાં આવ્યો. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પોલિંગ એજન્ટ અબ્દુલ સાહિદે પોતે પણ આની પુષ્ટિ કરી છે.