રાજકોટમાં 10-12 સુધી આંટા-ફેરા બાદ જુઓ ક્યાં પહોંચ્યો દીપડો, ખેડૂતોમાં ફફડાટ, પશુઓનું ધ્યાન રાખવા સૂચના અપાઈ

Contact News Publisher

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત વચ્ચે હવે ખેડૂતોમાં ફફડાટનું વાતાવરણ સર્જાયું છે. વાત જાણે એમે છે કે, જેતપુરના કેરાળી ગામ પાસેના ભાદર નદીના પુલ પર દીપડો દેખાયો હતો. જે બાદમાં હવે લોકોમાં ભયનો માહોલ છે. આ તરફ ભાદર નદીના પુલ પર દીપડાના આંટાફેરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ હવે વાડી વિસ્તારમાં પશુને ખુલ્લામાં ન બાંધવા લોકોને સૂચના અપાઈ છે. આ પહેલા પણ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઇ હતી.

રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્ય વિસ્તારમા દીપડો દેખાયો છે. જેતપુરના કેરાળી ગામ નજીક ભાદર નદીના પુલ પર દીપડો આંટા મારી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ તરફ ભાદર નદીના પુલ ઉપર દીપડો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ છે. જોકે કેરાળી સરપંચ દ્વારા ખેડૂતોને વાડી વિસ્તારમા પોતાના પશુ ઢોર નુ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. આ તરફ ફોરેસ્ટ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસનાં વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો છે. તેમજ હાલ શિયાળાની સીઝન ચાલતી હોઈ લોકો વહેલી સવારે તેમજ રાત્રે જોગિંક કરવા નીકળતા હોઈ જોગિંગ કરવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારૂ હોય તો કેમ્પસમાં જવા પર પણ વન વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ યુનિવર્સિટીનાં અલગ અલગ રસ્તા પર બેરીકેડ પણ મૂકવામાં આવ્યા છે. દીપડો પકડાય નહી ત્યાં સુધી પ્રતિબંધ લાગુ રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજી પણ દીપડો દેખાયો હતો
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી હતી. જો કે, તે સમય શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. જો કે, તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મહત્વનું છે કે રાજકોટ યુનિવર્સિટીનું કેમ્પસ 400 એકરમાં ફેલાયેલું છે. તેમજ કેમ્પસનો મોટા ભાગનો વિસ્તાર જંગલ હોઈ વન વિભાગ દ્વારા દીપડો પકડાય નહી ત્યાં સુધી યુનિવર્સિટી કેમ્પમાં વહેલી સવારે પ્રતિબંધ ફરમાવ્યો છે.

Exclusive News