ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન: લોકસભાની 26 બેઠક માટે 8 નેતા નીમાયા, આ જૂના જોગીઓને મળી મહત્વની જવાબદારી

Contact News Publisher

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 26 લોકસભા બેઠક માટે સીનીયર નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાં નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈ આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક પણ મળશે.

આગામી સમયમાં કમલમ ખાતે યોજાશે બેઠક
મળતી માહિતી મુજબ લોકસભા 2024 ની ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા સીનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. આગામી સમયમાં કમલમ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 26 લોકસભા બેઠકો પર 3-3 નાં કલસ્ટર જૂથ પણ બનાવવામાં આવ્યા છે.