પોસ્ટ ઓફિસના ધક્કા બંધ: ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઈન ફી વધારી, પણ સામે રાહતના આપ્યા આસાર

Contact News Publisher

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોનાં હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ફી પેટે અત્યાર સુધી ઉમેદવારો પાસેથી 111 રૂપિયા પોસ્ટ ઓફીસમાં ચલણ દ્વારા ભરવામાં આવતા હતા. હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિર્ણય કરાયો છે. જેમાં હવે પછીની ગૌણ સેવા દ્વારા બહાર પાડવામાં આવતી કોઈપણ પરીક્ષાનાં ફોર્મમાં ફી ઓનલાઈન ભરવાની રહેશે. જેની ફી રૂપિયા 500 રાખવામાં આવશે.

પરીક્ષા ફી પરત કરવા પણ હજુ વિચારણાઃ સુત્રો

સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, પરીક્ષા લેવાઈ ગયા બાદ પરીક્ષા આપનાર ઉમેદવારે ભરેલ 500 રૂપિયા પરત આપવા વિચારણા ચાલી રહી છે. જ્યારે જે ઉમેદવાર દ્વારા પરીક્ષા ફોર્મ ભર્યા બાદ પરીક્ષા નહી આપી હોય તેવા ઉમેદવારે ભરેલ ફી ની રકમ મળવા પાત્ર રહેશે નહી તેમ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.