કોઈ કહે છે લવએંગલ તો કોઈ ખાલિસ્તાની સમર્થક: ફ્રાંસમાં ફ્લાઇટ ઝડપાવવા મામલે નવો ખુલાસો, ગુજરાતનાં એજન્ટો સામે તપાસ

Contact News Publisher

અમેરિકા જવાની લાલચમાં ફ્રાન્સમાં પકડાયેલા ગુજરાતના મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. CID ક્રાઈમની તપાસમાં ગેરકાયદે વિદેશમાં જતા મુસાફરો મામલે અનેક ખુલાસા થયા છે. CID ક્રાઈમ SP સંજય ખરાતે જણાવ્યુ હતું કે, 66 મુસાફરો ગેરકાયદે અમેરિકા જવાના હતા. તમામે પેસેન્જરોએ અલગ-અલગ કારણો જણાવ્યા હતા. દેવું થઈ જવું, ખાલિસ્તાની સમર્થક, લવ એંગલ સહિતના કારણો જણાવ્યા હતા.
CID ક્રાઈમ SP સંજય ખરાતનું નિવેદન
આ સાથે તેમણે જણાવ્યુ હતું કે, CBI સહિતની એજન્સીઓ મારફતે ફ્લાઇટની માહિતી મંગાવાઈ રહી છે. ફ્લાઇટ ક્યાંથી ઉપડી, ક્યાં-ક્યાં ગઈ હતી તેની માહિતી મંગાવાઈ છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતુ કે, એજન્ટોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતના, ગુજરાત બહારના કેટલા એજન્ટો છે, તેની તપાસ કરાઈ રહી છે. પહેલા એજન્ટો પોતાના પૈસા વાપરે છે. જે એજન્ટ આર્થિક સક્ષમ ન હોય તે રોકાણકારો પાસેથી પૈસા મેળવતા હતા. 15 એજન્ટમાંથી ગુજરાત અને બહારના રાજ્યોના એજન્ટો છે.
તપાસનો ધમધમાટ
સંજય ખરાતે કહ્યું કે, પૈસાના ટ્રાન્ઝેક્શનની તપાસ હાથ ધરવામાં આવી છે. હજી સુધી આર્થિક વ્યવહારો સ્પષ્ટ થઈ શક્યા નથી. સંજય ખરાતે જણાવ્યું કે, કેસ મજબૂત બને તે રીતે પૂરાવા એકઠા કરવામાં આવી રહ્યાં છે. જેમાં પૈસાનો ટ્રાન્જેકશનથી લઈ તમામ બાબતે ઉંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે, સાથો સાથ આમાં એજન્ટનો કેટલો રોલ છે તેમજ પેસેન્જરનો કેટલો રોલ છે તેમજ આ પહેલા કેટલા કેસો કરેલા છે જે સાથે આ કેસનો કન્કેશન છે કેમ તે તમામ બાબતે તપાસ ચાલી રહી છે.

Exclusive News