સુરતમાં ઘૂસણખોરોને બોગસ આધારકાર્ડ બનાવી આપનારો કોણ? મહારાષ્ટ્રથી ઝડપાયો, 5 હજારમાં બનાવતો

Contact News Publisher

સુરત શહેર SOGએ મોટા વરાછાના રામ ચોક વિસ્તારમાંથી ઘૂસણખોર બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા હતા, અને હવે આ ઘૂસણખોરોને બોગસ આધારકાર્ડ બનાવી આપનાર મહારાષ્ટ્ર-પાલઘરના આધારકાર્ડ એજન્ટને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં પરિચીતના કહેવાથી 5 હજાર રૂપિયામાં આધારકાર્ડ બનાવ્યા હોવાની કબૂલાત કરી છે.

સુરત SOGએ આરોપીને ઝડપી પાડ્યો
સુરતમાં SOG પોલીસે ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી અનૈતિક ધંધા કરતા 9 બાંગ્લાદેશીને બોગસ દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટને ઝડપી પાડ્યો છે.  જે શખ્સનું નામ છે ભૂપેન્દ્ર તિવારી. આ એ જ શખ્સ છે કે જેણે વરાછામાંથી ઝડપાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા હતા. જોકે આખરે આ બોગસ દસ્તાવેજ બનાવી આપનાર શખ્સ પોલીસના હાથે ચઢી ગયો છે.

બાંગ્લાદેશી ઘુસણખોરોને બનાવી આપ્યું હતું બોગસ આધારકાર્ડ
વાત જાણ એમ છે કે, ગત 1 જાન્યુઆરીના રોજ સુરત SOGએ મોટા વરાછાના રામ ચોક વિસ્તારમાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડયા હતા. ભારતમાં ગેરકાયદે વસવાટ કરી મજૂરીકામ કરતા ઘૂસણખોરો પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ ઉપરાંત બાંગ્લાદેશનો જન્મનો દાખલો, બાંગ્લાદેશનું નેશનલ આઇડી કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. એક સાથે બંને દેશના ઓળખના પુરાવા મળતા ચોંકી જનાર SOGએ આરોપીઓનો કબ્જો ઉત્રાણ પોલીસને હવાલે કરી ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓની પૂછપરછના આધારે ઉત્રાણ પોલીસે બોગસ દસ્તાવેજ બનાવી આપનારને મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી પાડ્યો છે.