મેઘરજના કાલીયા કૂવા બોર્ડર પર દારૂ ભરેલી કારની પોલીસ ચોકીની પાસેના ઝાડ સાથે થઈ ટક્કર

Contact News Publisher

રાજ્યમાં દારૂબંધીને પડકાર આપતી વધુ એક ઘટના અરવલ્લીના મેઘરજથી સામે આવી છે, મેઘરજના કાલીયા કૂવા બોર્ડર પર દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાની ઘટના સામે આવી હતી. કારની ટક્કર બોર્ડર પોસ્ટની નજીક આવેલા એક વૃક્ષ સાથે થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

જે વૃક્ષ સાથે કારની ટક્કર થઈ હતી તે બરોબર પોલીસ ચોકીની પાસે આવેલું છે, તો બીજી તરફ ચોકીમાં હાજર પોલીસ કર્મી અને હોમગાર્ડનો આબાદ બચાવ થયો હતો.

સમગ્ર બાબતની જાણ થતાં PSI સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કારનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને સાથે સાથે શખ્સના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેઘરજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. તો બીજી તરકફ આ કારમાં આટલી સંખ્યામાં દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે અંગે પણ તપાસ હાથ ધરી હતી.

Exclusive News