ગુજરાત પાસિંગ કારે આબુ રોડ પર કર્યો મોટો અકસ્માત : નવ લોકોને ફંગોળ્યા

Contact News Publisher

ઉત્તર ગુજરાતમાં રહેતા ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે આબુ. રજા મળી નથી ને ગુજરાતીઓ આબુ ફરવા ઉપડ્યા નથી. આબુ રોડ આખો ગુજરાતીઓથી ભરેલો હોય છે. ત્યારે ગુજરાત પાસિંગની એક કારે આબુ રોડ પર મોટો અકસ્માત સર્જ્યો છે. ગુજરાત પાસિંગની કારના ચાલકે ખોટી રીતે ગાડી હંકારીને લોકો સહિત અનેક લારીઓને અડફેટે લીધી હતી. જેમાં 9 લોકોને કચડ્યા હતા. આ અકસ્માતમાં 4 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડમાં ગાડી ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આબુરોડ અંબાજી ચોકડી પર i20 કાર ચાલકે ખાણીપીની લારી સહિત બાઈકોને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનામાં 9 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કારની અડફેટે આવતા 4 લોકોની હાલત વધુ ગંભીર બની છે. ગંભીર રીતે ઘાયલ થયેલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તો બીજી તરફ, અકસ્માત સર્જનાર ગાડી ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. આબુરોડ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Exclusive News