કેડિલા કંપનીના CMD રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં થયા હાજર, દુષ્કર્મ કેસમાં હતા ફરાર

Contact News Publisher

ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. મહત્વનું છે કે, આ કેસમાં કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા. જોકે આ બધાની વચ્ચે અચાનક આજે રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું સમગ્ર કેસમાં નિવેદન લેવામાં આવ્યું હતું. જોકે અહીં બીજા મોટા સમાચાર એ છે કે, આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી. જોકે ફરિયાદી યુવતી નિવેદન આપવા નહિ આવતા હવે અનેક સવાલ ઊભા થયા છે.

જાણીતી ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસમાં અનેક વળાંકો આવ્યા હતા. હાઈ પ્રોફાઈલ ગણાતા આ કેસમાં રાજીવ મોદી ઘણા સમયથી બહાર હતા. જોકે આ બધાની વચ્ચે આજે સવારે અચાનક કેડિલાના CMD રાજીવ મોદી સોલા પોલીસમાં હાજર થયા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું છે.

Exclusive News