ખોખરા BJP અનુ. જાતિ મોરચા પ્રમુખનો ‘વિદેશીકાંડ’, સ્મશાનની CNG ભઠ્ઠીમાં છુપાવ્યો આટલા પેટીનો દારૂ

Contact News Publisher

અમદાવાદમાં હાટકેશ્વર સ્મશાન ગૃહ દારૂનો અડ્ડો બન્યો છે. ખોખરા વોર્ડમાં ભાજપમાંના અનુસૂચિ જાતિના પ્રમુખ અક્ષય વેગડની દારૂ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સ્મશાનને દારૂનો અડ્ડો બનાવ્યો હતો. આરોપી અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડ હાટકેશ્વરના સ્મશાનમાં દારૂ છુપાવીને હેરાફેરી કરતા હતા. ખોખરા પોલીસને બાતમી મળી કે સ્મશાનમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. જેથી પોલીસની ટીમે સ્મશાનમાં રેડ કરી હતી ત્યારે હાટકેશ્વર સ્મશાનની અંદર સી.એન.જી. ભઠ્ઠીના ભોયરામા દારૂ છુપાવેલો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત રૂ 3.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી અક્ષય વેગડ રાજકીય નેતા
પકડાયેલ આરોપી અક્ષય વેગડ રાજકીય નેતા છે. ખોખરા વોર્ડમાં અનુસિચી જાતિ મોરચાનો પ્રમુખ છે. જ્યારે તેનો ભાઈ રાજન વેગડ સફાઈ કર્મચારી છે અને હાટકેશ્વર સ્મશાન ગૃહમાં સફાઈ કરવાની કામગીરી કરે છે. આ બંને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી સ્મશાનને દારૂનો અડ્ડો બનાવીને વિદેશી દારુ છુપાવીને રાખ્યો હતો. સ્મશાનથી દારૂની ડિલિવરી પણ કરતા હતા. આરોપીઓએ અંતિમ ધામને નશાનું ધામ બનાવી દીધું હતું. અક્ષય વિરુદ્ધ 2017માં મારામારીનો ગુનો નોંધાયો હતો.