ગીગા ભમ્મરના નિવેદન પર ચારણ-ગઢવી સમાજમાં રોષ ભભૂકયો, હકાભા, રાજભા, હરેશદાન, અને માયાભાઇએ કર્યો વિરોધ

Contact News Publisher

સમાજના મોભીઓએ સમાજને એક કરવાનું કામ કરવું જોઈએ. સમાજને વિખેરવાનું અને વિવાદો ઉભા કરવાનું નહીં. પરંતુ હાલ ગુજરાતમાં ચારણ અને આહીર સમાજ વચ્ચે મહાવિવાદ શરૂ થયો છે. કારણ કે, આહીર અગ્રણી એવા ગીગા ભમ્મરે ચારણ સમાજ અને તેમના માતાજી વિશે જાહેર મંચ પરથી અશોભનીય ટિપ્પણી કરી છે. એવી ટિપ્પણી કે, ચારણ સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ આગેવાને ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. જેના કારણે હાલ તો બંન્ને સમાજો વચ્ચે વૈમનસ્વ ફેલાયું હતું. જેને લઈ ભારે રોષ ભભૂક્યો છે, હકાભા ગઢવી તેમજ રાજભા ગઢવી, હરેશદાન તેમજ માયાભાઈ આહીરે વિરોધ કર્યો.
હકાભા ગઢવીએ શું કહ્યું ?
ગીગા ભમ્મરના નિવેદન પર હકાભા ગઢવીએ જણાવ્યું કે, હું સમગ્ર સમાજને દોશ ન આપી શકે પરંતુ તે કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો હતા. તેમાંથી એક પણ આગેવાન સમજૂ ન હતો કે, તે વ્યક્તિને આવો બોલતું રોકી ન શકે. તેમણે કહ્યું કે, હું ગઢવી સમાજના કલાકારોને કહેવા માંગું છું કે, જે સમાજના વખાણ કરાય તેના કરાય બીજાના ન કરાય. કેમ જે ઈજ્જત કરતા હોય તે જ ઈજ્જત કરી શકે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તળાજાનો પાણીનો નહી પવું તેમજ તળાજાનો એકપણ પ્રોગ્રામ નહી કરૂ. સમાજ શું નિર્ણય એ મને ખબર નથી. પરંતુ સજા તમને મારી માં આપશે. તેમણે વધુમાં કહ્યું કે, આહીર સમાજમાં આટલો મોટો બુદ્ધિહિન માણસ છે એવો મને આજે ખબર પડી.