લો બોલો! વડોદરામાં પોલીસ સ્ટેશનમાં જ બબાલ, PSI અને કોન્સ્ટેબલે કરી મારામારી, DYSP કરશે તપાસ

Contact News Publisher

વડોદરા રેલવે પોલીસ વિભાગમાં થોડા સમય અગાઉ ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો હતો. જેમાં વડોદરા રેલવે પીએસઆઈ એ.કે.કુંવારીયા ઈનામ પત્રક બનાવી રહ્યા હતા. તે દરમ્યાન રેલવે એલસીબી પોલીસ જવાન શૈલેષનું નામ ઈનામ પત્રકમાં ન હતું. જે બાબતે શૈલેષે કહ્યું કે, સાહેબ પત્રમાં મારૂ નામ કેમ નથી? તેવું કહેતા પીએસઆઈ કુંવારીયાએ કહેલ કે, તપાસમાં તારો કંઈ લેવા દેવા જ નથી? એટલે નામ નથી. જેથી શૈલેશે ઈનામ પત્રકનાં કાગળો પડાવવાનો પ્રયત્ન કરતા પીએસઆઈ તેમજ શૈલેશ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. આ સમગ્ર મામલોમાં વાયુવેગે ફેલાતા લોકોમાં સમગ્ર બાબત ચર્ચાનો વિષય બનવા પામી હતી.

જે બાદ આ સમગ્ર મામલો રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ પાસે જતા સમગ્ર તપાસ રેલવે ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. તપાસમાં બંનેએ પોત-પોતાની ભૂલ સ્વીકારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બંને ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરી પણ કરવામાં આવશેઃ સરોજ કુમારી (વેસ્ટર્ન રેલવે પોલીસ વડા)
આ સમગ્ર મામલે વેસ્ટર્ન રેલવે પોલીસ વડા સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, બંને વચ્ચે ઈનામ પત્રક પીએસઆઈ તેમજ રેલવે એલસીબીના પોલીસ જવાન વચ્ચે ઈનામ પત્રકમાં નામ લખવા બાબતે બોલાચાલી થઈ હતી. તેમજ મામલો ઉગ્ર બની જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે રેલવે ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે. બંને ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરી પણ કરવામાં આવશે.