350 કરોડના હેરોઇન સાથે 9 ખલાસીઓની વેરાવળથી ધરપકડ, SOG-NDPS ના સંયુક્ત ઓપરેશને મિશન પાર પાડ્યું

Contact News Publisher

ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરૂદ્ધનાં અભિયાનને પોલીસ દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે. જેને લઈ SOG તેમજ NDPS ની ટીમે વેરાવળ બંદરના નલિયા ગોળીકાંઠેથી રૂા. 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા રેડમાં હેરોઈનના 50 કિલો સિલબંધ પેકેટનો જથ્થો પકડી પાડ્યો હતો. ત્યારે આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  ત્યારે આ ઓપરેશનને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ ગૃહ રાજ્ય મંત્રીએ ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા હતા. હવે એસઓજી તેમજ એનડીપીએસની ટીમ દ્વારા ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યુ. તેમજ કોનો દ્વારા કરોડોનું ડ્રગ્સ મંગાવવામાં આવ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ કેસમાં હજુ અન્ય લોકોનાં નામ સામે આવી શકે તેવી શક્યતાઓ છે.

ગીરસોમનાથમાં કરોડોનું હેરોઇન ઝડપાવા મામલે ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુદ બોટ માલીકે જ સમગ્ર માહીતી આપીને કરોડોનો કાળોકારોબાર ઝડપાવ્યો છે.બોટ માલીક જુતુભાઇ કુહાડાએ પોલીસને માહીતી આપી હતી .બોટ માલીકને પોતાના ખલાસીઓ પર શંકા જતા આપી હતી માહીતી.મળેલી માહીતી પર પોલીસે તપાસ કરતા સમગ્ર કાંડ સામે આવ્યો છે.