સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોઈને અભિભૂત થઈ ગયા બિલ ગેટ્સ: કહ્યું અદ્ભુત એન્જિનિયરિંગ, વૉક વે પર લીધી તસવીરો

Contact News Publisher

માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક અને પ્રસિદ્ધ સમાજસેવક બિલ ગેટ્સે ગુજરાતના મહેમાન બન્યા છે. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એન્જિનિયરિંગ અજાયબી સરદાર પટેલ સાહેબની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બિલ ગેટ્સે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની નીચે વોકવે પરથી ફોટો લીધો હતો. આ પછી તેમણે પ્રતિમાના એક્ઝિબિશન હોલની પણ મુલાકાત લીધી હતી.

માહિતીથી અવગત કરાયા
આ પ્રતિમા કેવી રીતે બનાવવામાં આવી? જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પની સાથે દેશભરમાંથી કૃષિ સાધનો કેવી રીતે એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી તેમને આપવામાં આવી હતી. આ ઉપરાંત આઝાદી પછીના રજવાડાઓના વિલીનીકરણ અને ત્યારબાદ એક ભારતની રચનામાં સરદાર સાહેબની ભૂમિકાની વાત પણ કહેવામાં આવી હતી.

પ્રેક્ષક ગેલેરીમાં પણ ગયા હતા
ગેટ્સને આ વિગતો ખૂબ જ રસપ્રદ લાગી હતી. તેઓ પ્રેક્ષક ગેલેરીમાં પણ ગયા હતા. ત્યાંથી તેમણે સરદાર સરોવર ડેમનો અદ્ભુત નજારો જોયો હતો. આ ડેમના નિર્માણથી પાણી ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને પણ વીજળી ઉત્પાદનની માહિતી આપવામાં આવી હતી. તેમણે પ્રવાસપોથીમાં નોંધ પણ કરી હતી. બિલ ગેટ્સે કહ્યું કે અદ્ભુત એન્જિનિયરિંગ કૌશલ્ય! ખુબ સુંદર! સરદાર પટેલને શ્રદ્ધાંજલિ! આતિથ્ય માટે આભાર!

Exclusive News