રાજકોટ બાદ હવે જામનગરમાં દીપડાના આંટાફેરા : આ વિસ્તારના સ્થાનિકોમાં ફફડાટ, વનવિભાગ ઍલર્ટ

Contact News Publisher

જામનગર શહેરમાં મોરકંડા રોડ પરની સોસાયટીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. મોરકંડા રોડ પર સનસિટી સોસાયટી ભાગ-2 માં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. વન વિભાગન જાણ કરાતા વન વિભાગ દ્વારા દીપડાને શોધવાની તજવીજ હાથ ધરી છે.

વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા
વન વિભાગ દ્વારા દીપડો જે વિસ્તારમાં દેખાયો હતો. તેને કોર્ડન કરી તે વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા છે. તેમજ વન વિભાગ દ્વારા દીપડો કોઈને ઈજા કે નુકશાન પહોંચાડે તે પહેલા તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. તેમજ વન વિભાગ દ્વારા રહીશોને રાત્રે એકલા બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે.

થોડા સમય અગાઉ રાજકોટમાં દીપડો દેખાયો હતો
થોડા સમય અગાઉ રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસનાં વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો હતો. તેમજ હાલ શિયાળાની સીઝન ચાલતી હોઈ લોકો વહેલી સવારે તેમજ રાત્રે જોગિંગ કરવા નીકળતા હોઈ જોગિંગ કરવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો હતો. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારૂ હોય તો કેમ્પસમાં જવા પર પણ વન વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ યુનિવર્સિટીનાં અલગ અલગ રસ્તા પર બેરીકેડ પણ મૂકવામાં આવ્યા હતા.