ગુજરાત સહિત 7 રાજ્યોમાં NIAના દરોડાથી હડકંપ, આંતકી ષડયંત્ર કેસમાં બેંગાલુરૂ ટૂ અમદાવાદ કનેક્શન ખૂલ્યું

Contact News Publisher

બેંગાલુરૂમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીને લઇને NIAનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. લશ્કર-એ-તૈયબા જેલના કટ્ટરપંથીકરણ કેસમાં NIAએ દરોડા પાડ્યા હતાં. 7 રાજ્યોમાં NIAના અનેક સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે.

NIAએ રોકડ અને ગુનાહિત દસ્તાવેજ જપ્ત કર્યા
ગુજરાત ઉપરાંત, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા,પંજાબ અને પશ્ચિમ બંગાળમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના કરણ કુમાર અને મહેસાણાના હાર્દિક કુમારને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં NIAએ રોકડ અને ગુનાહિત દસ્તાવેજ જપ્ત કર્યા હતાં.

8 શખ્સો સામે ચાર્જશીટ દાખલ કરી હતી
25 મોબાઇલ ફોન, 6 લેપટોપ અને 4 સ્ટોરેજ ડિવાઇઝ જપ્ત કર્યા હતાં. વિવિધ દેશોની ચલણી નોટ પણ NIAએ જપ્ત કરી છે. અત્રે જણાવીએ કે, 12 જાન્યુઆરીએ 8 શખ્સો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.