હવે BTPના પૂર્વ MLA મહેશ વસાવા સમર્થકો સાથે કરશે કેસરિયા, કોંગ્રેસમાં પણ પડશે મોટું ગાબડું

Contact News Publisher

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને btp ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક થઈ હતી ત્યારે મહેશ વસાવા એ ભાજપ જોડાવાનું નક્કી કર્યું છે  જણાવ્યું હતું કે 11 માર્ચના રોજ તેઓ કમલમ ખાતે ભાજપમાં કેસરિયો ધારણ કરશે અને ત્યારબાદ મતવિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે.
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખે BTP અધ્યક્ષ સાથે બેઠક યોજી હતી
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. ત્યારે આ બેઠકમાં ભરૂચ લોકસભા સીટનાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. BTP ના અધ્યક્ષ મહેશ વસાવા જેઓ છોટુ વસાવાનાં પુત્ર છે.
થોડા સમય પહેલા મહેશ વસાવાએ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જોરદાર ગરમાઈ રહ્યો છે. અત્યારે જોડ તોડ અને ભરતી મેળાની મોસમ ફૂલબહારમાં ખીલી છે. અત્રે જણાવીએ કે, BTP અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.
ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે
લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે.