ગુજરાતના આ શહેરોમાં સરકારી કર્મચારીઓ કામકાજથી રહ્યાં અળગા, જાણો શું છે આ પેન ડાઉન આંદોલન?

Contact News Publisher

વડોદરામાં સરકારી કર્મચારીઓનું પેનડાઉન આંદોલનનાં લીધે કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા. રાજ્યમાં અમુક જગ્યાએ કર્મચારીઓ આંદોલનથી અળગા રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં કેટલીક ઓફીસમાં વર્ગ-3 ના કર્મચારીઓ કામ કરતા જોવા મળ્યા હતા. જેમાં જમીન સુધારણા, બીનખેતી, ચીટનીશ, પ્રાંત અને મામલતદાર કચેરીનાં કર્મચારીઓ આંદોલનથી દૂર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારે આંદોલનકારીઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા આંદોલન વિખેરાયું હતું. અમુક કર્મચારી મંડળોએ આંદોલન મોકૂફ રાખ્યું છે. કેટલાક કર્મચારી મંડળો પોતાની માંગ પર અડગ રહ્યા છે.

સરકાર 8 માર્ચ સુધી પડતર માંગો નહીં સ્વીકારે તો આંદોલન વધુ તેજ બનાવાશે
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને પેન ડાઉન, ચોક ડાઉન સાથે મતદાન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજે જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર માંગણીઓને લઇને ચૂંટણી યોજાઈ છે. જેમાં સરકારી કર્મચારીઓ બેલેટ પેપરથી પોતાની માંગણીઓને લઈને મતદાન કરશે. સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોના મત મેળવી સચિવાલય જમા કરાવાશે. તેમજ જો સરકાર 8 માર્ચ સુધી પડતર માંગો નહીં સ્વીકારે તો આંદોલન વધુ તેજ બનાવાશે.

શિક્ષકો શિક્ષણ કાર્યથી અળગા રહી ચોક ડાઉન કરશે
ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓને લઈ કામથી અળગા રહ્યા હતા. આજે સરકારી કર્મચારીઓ પેન ડાઉન કર્યું હતું. જેમાં ઓપીએસ, ફીક્સ પે નાબુદી સહિતનાં પ્રશ્નો સાથે પેનડાઉન કરી હતી. શિક્ષકો શિક્ષણ કાર્યથી અળગા રહી ચોક ડાઉવ કરશે. સરકારી કર્મચારીઓ અને શિક્ષકો કામથી દૂર રહ્યા હતા.

શું છે પેન ડાઉન આંદોલન?
શાળાએ જઈ શિક્ષક હાજરીપત્રકમાં સહી કરશે. બાળકોનાં હાજરીપત્રકમાં બાળકોની હાજરી પુરીશું. બાળકો કે શિક્ષકોની હાજરી ઓનલાઈન પુરીશું નહી. તેમજ સીઆરસી, બીઆરસી મિત્રો લોકેશન ઉપર જઈશું. પરંતું કામગીરીથી અળગા રહીશું. શાળામાં S.I. આવે તો કોઈ માહિતી આપીશું નહી. કોઈ તાલુકા કે જીલ્લા કચેરીમાં અધિકારી સાથે માહિતી આપ લે કરીશું નહી. તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીથી દૂર રહીશું. શાળા કક્ષાએ બાળકોને લગતા કોઈ પ્રમાણપત્ર બનાવીશું નહી. તેમજ પેન ડાઉન એટલે શિક્ષણ કાર્યથી અળગા રહીશું. ચોક ડાઉન એટલે શિક્ષણ કાર્યથી અળગા રહીશું. તેમજ લેપટોપ, કોમ્પ્યુટર શટડાઉન મોડમાં રાખીશું.