કોઈ ગૃહ ઉદ્યોગમાં તો કોઇ ડ્રોન ઉડાવવામાં…, જુઓ સરકારી યોજનાઓએ કઇ રીતે મહિલાઓને બનાવી પગભર

Contact News Publisher

સરકારની અનેક સ્કિમોએ લોકોને પગભર કર્યા છે. જ્યારથી પ્રધાનમંત્રી મોદીએ જાડા અનાજને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે ત્યારથી દેશ-દુનિયામા જાડા અનાજની માંગ વધી ગઈ છે અને મહિલાઓ જાડા અનાજના ઉપયોગથી આત્મનિર્ભર બની રહી છે. આવી જ કેટલીક મહિલાઓએ એક વર્ષમાં સિદ્ધિ પણ હાંસિલ કરી છે.

કેવી રીતે જાડા અનાજના ઉપયોગથી મહિલાઓ બની આત્મનિર્ભર
જાડું અનાજ અત્યાર સુધી ગરીબોનું ભોજન ગણાતું હતું પરંતુ હવે VIP અને VVIP પણ તેનો સ્વાદ માણતા થયા છે. આ બધું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે શક્ય બન્યું છે. જાડા અનાજને પ્રોત્સાહન મળતા મહિલાઓ પગભર બની છે. આઅનું એક ઉદાહરણ છે પાટણમાં સ્વસ્તિ અન્નમ મિલેટ્સ બેસ્ટ ફૂડ પ્રોડક્સથી ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓ. આ મહિલાઓએ સરકારની સ્વસહાય જૂથ મંડળ હેઠળ સહાય મેળવીને એક નવી સફળ શરૂઆત કરી છે.

બજારમાં તેની ધીમે-ધીમે માંગ પણ વધી રહી
અત્યાર સુધી જાડા અનાજથી શહેરમાં વસતા લોકો ભાગતા હતા પરંતુ હવે એ જ જાડું અનાજ લોકોની પસંદ બન્યું છે. કારણ કે, બાજરી, જુવાર જેવા જાડા અનાજમાંથી મહિલાઓ ખાખરા, બિસ્કિટ, પિત્ઝા જેવી અનેક ફૂડ પ્રોડક્ટ બનાવી રહી છે અને બજારમાં તેની ધીમે-ધીમે માંગ પણ વધી રહી છે. જેના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. તો અન્ન સખી-મંડળની બહેનો પણ ફાર્મિંગ ક્ષેત્રે પણ આગળ વધી રહી છે અને ડ્રોન દીદી બની રહી છે.

આપણે બધા એ તો જાણીએ જ છીએ કે મેંદામાંથી બનતી વસ્તુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે પરંતુ જાડા અનાજમાંથી બનતી વસ્તુ ગુણકારી હોય છે. આ વાત હવે લોકો સમજી રહ્યા છે તેથી ગૃહઉદ્યોગને પણ ખુબ પ્રોત્સાહન મળી રહ્યું છે અને ગ્રામ્ય લેવલે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.