આધાર કાર્ડ યુઝર્સ જલ્દી કરે! ડેડલાઇન નજીક આવી ગઇ, ફટાફટ ફ્રીમાં કરી દો આ કામ, નહીંતર…!

Contact News Publisher

આજના સમયમાં દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. દેશના નાગરિકો માટે આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંક એકાઉન્ટ ખોલવા, સરકારી યોજનાઓનો લાભ લેવા, સિમ કાર્ડ ખરીદવા, મકાન ખરીદવા વગેરે જેવી નાણાં સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટે આધાર જરૂરી બની ગયું છે. આવી સ્થિતિમાં જો આધાર કાર્ડને સમય-સમય પર અપડેટ કરવામાં ન આવે તો અનેક કામો અટવાઈ શકે છે. અહીં તમારા માટે સારા સમાચાર છે કે સામાન્ય લોકો 14 માર્ચ 2024 સુધી આધારમાં ફ્રીમાં અપડેટ કરાવી શકે છે.

આધાર જારી કરતી સંસ્થા UIDAIનું કહેવું છે કે તમામ યુઝર્સે દર 10 વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ. એટલે કે, જો તમારું આધાર કાર્ડ બન્યાને 10 વર્ષ થઈ ગયા છે, તો તેને અપડેટ કરો. આ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે 10 દિવસથી ઓછો સમય બાકી છે.

આ ડેટા અપડેટમાં આપવાનો રહેશે

તમે આધાર કેન્દ્ર પર જઈને અથવા જાતે જ આધારને ઓનલાઈન અપડેટ કરી શકો છો. આધાર કાર્ડ અપડેટ કરવા માટે, ગ્રાહકોએ તેમના વસ્તી વિષયક ડેટા, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે જેવી જરૂરી માહિતી પ્રદાન કરવી પડશે. આધારના ઘણા ડેમોગ્રાફિક ડેટા જાતે જ ઓનલાઈન અપડેટ કરી શકાય છે પરંતુ આવી ઘણી વસ્તુઓ પણ છે. જેના માટે તમારે આધાર સેન્ટર પર જ જવું પડશે. ઉદાહરણ તરીકે, આઇરિસ અથવા બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા માટે, વ્યક્તિએ આધાર કેન્દ્ર પર જવું પડશે. ધ્યાનમાં રાખો કે મફત આધાર અપડેટની સુવિધા ફક્ત ઓનલાઈન અપડેટ પર જ મળશે. આધાર અપડેટ કરવા માટે તમારે આધાર સેન્ટર પર જઈને ચાર્જ ચૂકવવો પડશે.

પહેલા  આ માટે તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો. આ પછી તમારે આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરવો પડશે. ઉદાહરણ તરીકે, એડ્રેસ અપડેટ કરવા માટે, તમારે અપડેટ એડ્રેસનો વિકલ્પ પસંદ કરવો પડશે, પછી આગળ, નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરીને અહીં OTP દાખલ કરવો પડશે. આ પછી ડોક્યુમેન્ટ્સ અપડેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે જેતી આગળ તમે આધાર સંબંધિત વિગતો જોશો.  બધી વિગતો ચકાસો અને પછી સરનામું અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ત્યારબાદ  આધાર અપડેટ પ્રક્રિયા સ્વીકારો..આમ કરવાથી આપને  અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) નંબર 14 મળશે. આના દ્વારા તમે આધાર અપડેટની પ્રક્રિયાને ટ્રેક કરી શકો છો.