ગુજરાતની 15 બેઠકોના તો નામ આવી ગયા, બાકીની 11 સિટોનું શું? ભાજપ જાહેર કરી શકે છે ચોંકાવનારા નામ

Contact News Publisher

ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે પછીની યાદીમાં બાકીની 11 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપે પ્રથમ યાદીમાં માત્ર પાંચ સાંસદોની ટીકીટ કાપી છે, પરંતુ આગામી યાદીમાં વધુ કાતરનો ઉપયોગ થવાની અટકળોએ ભાજપની અંદરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વડોદરા, મહેસાણા, સુરત અને અમદાવાદની બાકીની બેઠકોમાં સૌથી વધુ રસ છે. હવે જોવાનું એ રહે છે કે કેટલીક લોટરી લાગે છે અને કેટલીક ટિકિટ કપાય છે. ભાજપની આગામી યાદી માટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની બાકી છે.

વ઼ડોદરા બેઠક પર કોકડું ગૂંચવાયું
ભાજપ દ્વારા પહેલી યાદી જાહેર કર્યા બાદ ગુજરાતની બાકીની 11 લોકસભા બેઠક પર ભાજપની મજબૂત પકડ છે. પરંતું ભાજપ માટે વડોદરા, સુરત, મહેસાણા સીટ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવી હી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાથી પોતાની દાવેદારી પાછી ખેંચી લીધા બાદ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે વડાપ્રધાનના ગૃહ મતવિસ્તારની બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? રાજકોટમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટિકિટ ન અપાતા પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12 માર્ચે ગુજરાતની સૂચિત મુલાકાત પહેલા બાકીના 11 નામોની જાહેરાત થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ચર્ચા છે કે આ પ્રસંગે તેઓ ગુજરાતના તમામ 26 ઉમેદવારોને એકસાથે મળી શકે છે.