‘મારા કેટલાંક રાજકીય શત્રુઓ કે જેને….’, લોકસભા ચૂંટણી લડવા મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન

Contact News Publisher

રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર લડવાની ચર્ચા અંગે સ્પષ્ટતા કરી છે. બોટાદના ગઢડા તાલુકાના રામપરા ગામે ખાત મુહૂર્ત પ્રસંગમાં આવેલા કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણી અંગે જણાવ્યુ હતુ કે, મારા હિતશત્રુઓએ વાત ચલાવી છે. પરંતુ, હું પાંચ વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. પક્ષના હાઈ કમાન્ડને પણ લોકસભા ચૂંટણી નહી લડવાની જાણ કરી દીધી છે. તેથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાનો અંત આવ્યો છે.

ગુજરાતનું રાજકારણ ગરમાયું 
તો બીજી તરફ લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા ભાજપમાં જોડાઇ શકે છે. મહુવામાં કનુ કલસરિયાએ  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ આ ચર્ચાએ વેગ પકડ્યો છે. કનુ કલસરિયાએ ગત વર્ષે એટલે કે 2023માં ઓક્ટોબર માસમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું હવે તે ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.  કનુ કલસરિયા પહેલા ભાજપમાં જ હતા, પરંતુ બાદમાં તેમણે મહુવામાં નિરમાના પ્લાન્ટને લઇને વિરોધ કરી સરકારની સામે પડ્યા હતા..
તેઓ જાયન્ટ કિલર તરીકે જાણીતા છે. કારણ કે એક સમયે તેમણે તત્કાલીન સીએમ છબિલદાસ મહેતાને મહુવા વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા. કનુ કલસરિયાએ  સાથેની મુલાકાતમાં જણાવ્યુ હતું કે તેમને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે.. અને તેઓએ આ અંગે નિર્ણય લેવા માટે આઠ-દસ દિવસનો સમય માંગ્યો છે.