ભારતનો મોટા ભાગનો યુવા વર્ગ પોતાની સેલરીથી છે નાખુશ! સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Contact News Publisher

તમે દર મહિને કેટલી કમાણી કરો છો અને શું તમે તમારી સેલેરીથી ખુશ છો? આ પ્રશ્નના જવાબમાં લગભગ લોકોનો એક જ જવાબ હશે કે ના અમે અમારી સેલેરીથી ખુશ નથી. કંપની જેટલું કામ કરાવે છે એટલા પૈસા નથી આપતી અને દર વર્ષે જેટલું ઇન્ક્રીમેન્ટ થવું જોઇએ એટલું નથી થતું.

એવામાં હાલ જ એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર 10માંથી 7 લોકો એવા છે જેઓ તેમની સેલેરીથી ખુશ નથી, અને 10 માંથી 5 લોકો કામ કે ગ્રોથ કરતાં પગારને વધુ મહત્વ આપે છે.  રિપોર્ટ મુજબ હાલ ભારતમાં 21 ટકા અને મલેશિયામાં 9 ટકા કર્મચારીઓ તેમના પગારમાં 20 ટકા વધારો ઈચ્છે છે.  વધુએ એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં 91 ટકા કર્મચારીઓ અને મલેશિયામાં 72 ટકા કર્મચારીઓ નોકરી બદલતી વખતે ઓછામાં ઓછા 20% સુધી તેમના પગારમાં વધારો કરવાની અપેક્ષા રાખે છે.

આ સાથે જ એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કંપનીઓને પૂછવામાં આવ્યું હતું કે શું  કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કરવાનું વિચારી રહી છે. સર્વેમાં સામેલ 90 ટકા કંપનીઓએ કહ્યું કે તેઓ આગામી 12 મહિનામાં તેમના પગાર ધોરણમાં સુધારો કરવાનું વિચારી રહી છે.

એક અહેવાલ અનુસાર એશિયા પેસિફિકના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પગાર વધારો સૌથી વધુ છે. વર્ષ 2023માં ભારતમાં 50 ટકાથી વધુ કર્મચારીઓને 5 થી 10 ટકાની વચ્ચેનો વધારો મળ્યો હતો, જ્યારે 15 ટકા લોકોને પગારમાં 20 ટકાથી વધુનો વધારો મળ્યો હતો.