પૂર્વ મંત્રીએ જાહેર કરી દીધી લોકસભાની ચૂંટણીની તારીખ, કહ્યું આ દિવસથી આચારસંહિતા લાગુ થશે, મચ્યો હડકંપ

Contact News Publisher

લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા જ પૂર્વ મંત્રી રમણ પાટકરનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. રમણ પાટકરે જણાવ્યું કે 15મી માર્ચથી દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થશે. ચૂંટણીપંચની સત્તાવાર જાહેરાત પહેલા જ પાટકરના દાવાથી અનેક પ્રકારની ચર્ચા થઇ.

રમણ પાટકરનું નિવેદન
નારગોલમાં દરિયા કિનારે પર્યટકો માટે ઇકો ટુરિઝમ સેન્ટરના લોકાર્પણમાં પાટકરે નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી નથી. ત્યારે રમણ પાટકર ચૂંટણી તારીખને લઈ પહેલાથી જ દાવો કરી દીધો છે.

’15 તારીખે આચાર સંહિતા લાગવાની છે’
તેમણે કહ્યું હતું કે, 15 તારીખે આચાર સંહિતા લાગવાની છે એટલે 16 તારીખથી આપણે કંઈ બોલી શકીશું નહી એટલે તમને પહેલાથી કહું છું. તમામ આગેવાનોએ ખભાની ખભો મીલાવીને ભારતીય જનતા પાર્ટીને મત આપી ફરી એકવાર કમળને ખીલાવીએ તેમજ નરેન્દ્ર મોદીને દેશની જવાબદારી વધુ એક વખત સોંપીએ.