લિફ્ટ, એસ્કેલેટર, સ્કાયવોક… જેવી અદ્યતન સુવિધાઓથી સાબરમતી રેલવે સ્ટેશનનું કરાશે નવીનીકરણ, જાણો પ્રી-પ્લાન

Contact News Publisher

હવે રેલવે સ્ટેશન ખાતે પણ એરપોર્ટ જેવો અનુભવ થશે. કેમ કે ભારત સરકાર દ્વારા અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત દેશના વિવિધ સ્ટેશન ડેવલપ કરાઈ રહ્યા છે. જેમાં અમદાવાદના કાલુપુર સહિત સાબરમતી, મણિનગર મહત્વના સહિતના સ્ટેશનનો સમાવેશ થાય છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશન સૌથી મોટું સ્ટેશન છે. જે બાદ સાબરમતી રેલવે સ્ટેશન મોટું સ્ટેશન હોવાથી તેને પણ તે રીતે જ ડિઝાઇન કરાયું છે. જે ડિઝાઇન મુજબ ધર્મનગર તરફનું સ્ટેશન જે SBI તરીકે ઓળખાય છે.

દાંડી યાત્રા ની થીમ સાથે તૈયાર કરાશે સ્ટેશન
વર્ષ 2058 ને ધ્યાને રાખI ડિઝાઇન તૈયાર કરાઈ છે. જેમાં ધર્મનગર સ્ટેશન પર 35 હજાર જેટલા મુસાફરો સમાવી શકાશે. જે સ્ટેશન પર મુખ્ય બિલ્ડીંગ દાંડી યાત્રા ની થીમ સાથે તૈયાર કરાશે. જે બિલ્ડીંગ બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન અને brts સ્ટેશન ને જોડશે. તો વિશાળ કોનકોર્સ એરિયા પણ હશે. જ્યાં ધર્મનગર ના પ્લેટફોર્મ 9 અને જેલ સ્ટેશનના પ્લેટફોર્મ 3 વચ્ચે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવેના સ્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ધર્મનગર સ્ટેશન તરફ 6 VIP, 23 કાર, 46 ટુ-વ્હીલર પાર્કિંગ લોટ રખાયા છે. જ્યાં તમામ પ્લેફોર્મ પર લિફ્ટ. એક્સેલેટર. સીડી. સ્કાયવોક્સ. ફૂટ ઓવર બ્રિજ હશે. સ્ટેશનમાં એન્ટ્રી અને એક્ઝિટ અલગ હશે. તો vip અને મહિલાઓ માટે કોનકોર્સ રખાયા છે. આ સાથે જ ત્યાં હોટેલ અને કોમર્શિયલ એક્ટિવિટી પણ હશે. જે સ્ટેશનની ડિઝાઇનમાં મહાત્મા ગાંધીની છબી અને તેમની સાથે સંકળાયેલ વસ્તુઓ જેમ કે ચરખા અને ખાદીના કપડા આ. પણ દર્શાવવામાં આવશે. જે સ્ટેશન થી દિલ્હી થી અમદાવાદ અને આગળ મુંબઈ સુધીના ટ્રાફિકનું સંચાલન થશે.