વડોદરામાં 11 જંકશન પર ટ્રાફિક અને મીડ બ્લોક સર્વે કરાશે

Contact News Publisher

વડોદરા શહેરના વિવિધ જંકશન પર ટ્રાફિક તથા બે જંકશન વચ્ચેના મિડબ્લોક સર્વે માટે ટેકનિકલ સલાહકાર તરીકે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી પાસે વિવિધ જંગસનોની સાઈઝ મુજબના ટ્રાફિક સર્વિસ સ્ટડી તથા એનાલિસિસ માટેની કાર્યવાહી કરાવવામાં આવશે જે અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ હતી તેને વધારાના કામમાં મંજૂરી આપવામાં આવી હતી. વડોદરા શહેર વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર હયાત વિવિધ જંકશન ઉપર ટ્રાફિકની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો થતી રહે છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી અકસ્માતો ઘટાડવા સંદર્ભે વિવિધ સૂચનો પણ અવારનવાર થયા છે ટ્રાફિક પોલીસ વિભાગ વડોદરા તરફથી પણ ટ્રાફિકના વિવિધ પ્રશ્નો સંબંધે દર મહિને સેફટી મીટીંગોમાં જરૂરી કામગીરી કરવાના સૂચનો થાય છે.