વડોદરામાં જાલી નોટોનું ચલણ, 5.69 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવી

Contact News Publisher

વડોદરાના બજારમાં હજી પણ જાલી નોટોનું ધૂમ ચલણ ચાલી રહ્યું છે અને સરકારી અને ખાનગી બેંકોના ભરણામાં પણ આવી ચલણી નોટો મળી આવવાના કિસ્સા બની રહ્યા છે.દેશના અર્થતંત્રને પાયમાલ કરવા માટે મોટા પ્રમાણમાં જાલી નોટો ઘુસાડવામાં આવતી હોય છે. જેથી બેંકો દ્વારા આવી નોટો મળતા રીઝવૅ બેંક ઓફ ઇન્ડિયાને જાણ કરવામાં આવતી હોય છે. વડોદરાની બેન્કોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન જુદા જુદા દરની 5.69 લાખની જાલી નોટો મળી આવતા આરબીઆઇની સૂચનાથી વડોદરા શહેર બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.